GSSSB Various Posts Results Declared Adv. No.87 to 97

Gujarat Subordinate Service Selection Board (GSSSB) Published Results for Following Posts. See More Details Given Below. Stay Daily Updates with Us to Get More Updates.


All Candidates Qualified for Second Level Examination for Computer Test

See Result Below

(Click on The Trade to See Result)

  • Tentative Dates for Computer Exam is 15-07-2017 or 16-07-2017

  • You See Computer Exam Admit cards on GSSSB Official Website


See Computer Exam Syllabus In the Gujarati Language.

(૧)
કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો અભ્યાસક્રમ અને ગુણભાર


(અ) જા.ક્ર. ૮૭/૨૦૧૬૧૭, ૮૯/૨૦૧૬૧૭, ૯૦/૨૦૧૬૧૭, ૯૨/૨૦૧૬૧૭, ૯૪/૨૦૧૬૧૭ માટે







































સમય - ૧-૦૦ કલાક
પ્રશ્ન ક્રમાંકવિષયનું વિવરણગુણ
1એકસેલ સ્‍પ્રેડશીટ૧૦ ગુણ
2ઈ-મેઇલ કરવા (વીથ ફાઇલ એટેચમેન્‍ટ)૧૦ ગુણ
3પાવર પોઇન્‍ટ૧૦ ગુણ
4વર્ડ ટાઇપીંગ/ વર્ડ ફોર્મેટીંગ (અંગ્રેજી તથા ગુજરાતી)૨૦ ગુણ
કુલ ગુણ૫૦ ગુણ

(બ) જા.ક્ર. ૯૩/૨૦૧૬૧૭, ૯૫/૨૦૧૬૧૭, ૯૬/૨૦૧૬૧૭, ૯૭/૨૦૧૬૧૭ માટે







































સમય - ૧-૧૫ કલાક
પ્રશ્ન ક્રમાંકવિષયનું વિવરણગુણ
1એકસેલ સ્‍પ્રેડશીટ૧૫ ગુણ
2ઈ-મેઇલ કરવા (વીથ ફાઇલ એટેચમેન્‍ટ)૧૫ ગુણ
3પાવર પોઇન્‍ટ૧૫ ગુણ
4વર્ડ ટાઇપીંગ/ વર્ડ ફોર્મેટીંગ (અંગ્રેજી તથા ગુજરાતી)૩૦ ગુણ
કુલ ગુણ૭૫ ગુણ

નોંધઃ-
ઉપર દર્શાવેલ બંને પ્રકારના અભ્યાસક્રમના પ્રશ્ન ક્રમાંક- ૪ પૈકીના વર્ડ ફોર્મેટીંગ સિવાયના તમામ પ્રશ્નો માટે પ્રશ્નપત્રની હાર્ડ કોપી આપવામાં આવશે. જે (પ્રશ્નપત્ર) પરીક્ષા પૂર્ણ થયા બાદ નિરીક્ષકશ્રી ને ફરજીયાતપણે પરત કરવાનું રહેશે.


(૨)
કોમ્પ્યુટર પ્રફિસીયન્સી ટેસ્ટમાં ગુજરાતી ટાઇપીંગ ગુજરાતી ઇન્ડીક ઇનપુટ - ૩ ના વર્ઝનમાં શ્રુતિ ફોન્ટમાં જ કરવાનું રહેશે. ( શ્રુતિ ફોન્ટમાં ટાઇપ કરવા માટે નીચે દર્શાવ્યા મુજબના જુદા જુદા ૮ પ્રકારના કી-બોર્ડના વિકલ્પોની સુવિધા મળશે.)


1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter (G)
4. Gujarati Inscript
5. Gujarati Indica
6. Remigntan Indica
7. Special Characters.
8. Gujarati Terafont


(૩)
કમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ શરૂ થતાં પહેલાં તમામ ઉમેદવારોએ ફરજીયાતપણે બાયોમેટ્રીક પદ્ધતિથી ફિંગરપ્રિન્ટ આપવાની રહેશે. અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે પુનઃ ફિંગર પ્રિન્ટ આપવાની રહેશે. જો કોઇ ઉમેદવારના ફિંગર પ્રિન્ટ મેચ નહીં થાય તો તેવા ઉમેદવારને ગેરલાયક ગણવામાં આવશે.


(૪)
સ્પોર્ટસ કેટેગરીમાં અરજી કરેલ હોય તેવા ઉમેદવારોએ કમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ શરૂ થતાં પહેલાં સ્પોર્ટસ અંગેના નિયત નમૂનામાં મેળવેલ પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત નકલ અચૂક રજુ કરવાની રહેશે. (ઓરિજીનલ પ્રમાણપત્રની હાલ પૂરતી જરૂરિયાત નથી.)


(૫)
વર્ડ, એકસેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ) ની પરીક્ષા સોફટવેર દ્વારા ખોલી આપવામાં આવેલ વર્ડ, એકસેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ) માં જ આપવાની રહેશે. વર્ડ, એકસેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ) પરીક્ષામાં ઉમેદવારે કોઈ ફાઈલ બનાવવાની રહેશે નહી. એ ફાઇલ સોફટવેર દ્વારા ઓટોમેટીક બનશે. જો કોઇ ઉમેદવાર પરીક્ષાના સોફટવેર સિવાય ફાઇલ ઓપન કરી લખશે તો ઉમેદવારનું પરીણામ માન્ય ગણાશે નહી.


(૬)
ઉમેદવારને કી બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર મંડળ તરફથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારને પોતાનું કી બોર્ડ લાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી શરૂ થતાં પહેલા અને પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા બાદ આપને ફાળવેલ કોમ્પ્યુટર કી બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર બરાબર ચાલે છે તેની ખાત્રી કરી લેવાની રહેશે.


(૭)
કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી સમયે કોમ્પ્યુ‍ટરમાં કોઇ ટેકનીકલ ખામી જણાય તો ઉમેદવારે અન્ય ઉમેદવારને ખલેલ પહોંચાડયા વગર તેમજ પોતે કોઇ પગલાંઓ લીધા વગર પોતાનું સ્થાન જાળવી રાખીને (ઉભા થયા વગર) વર્ગ નિરીક્ષક ( ઇન્વીજીલેટર) ને જાણ કરવાની રહેશે.


(૮)
કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી માટે એક જ વાર “ Log in “ થઇ શકાશે. પરીક્ષાનો સમય ૧-૦૦ / ૧-૧૫ કલાક પૂરો થયા પહેલા ઉમેદવાર પોતે “ Submit “ કરી દેશે. તો ફરીથી “ Log in “ થઇ શકશે નહીં. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો સમય ૧-૦૦ / ૧-૧૫ કલાક બાદ સમય પૂર્ણ થવાના કારણે ટાઇપ થવાનું આપોઆપ બંધ થઇ જશે. એ સમય પહેલા જો ઉમેદવાર Confirm / Accept કરીને તેમનું ટાઇપ કામ સબમીટ (Submit) કરી દેશે તો તે પછી ટાઇપ કામ થઇ શકશે નહીં.


(૯)
પ્રશ્નપત્રની હાર્ડકોપીના પ્રશ્ન ક્રમાંક ૧ થી ૪ અંતર્ગત તેના જવાબ માં કરવામાં આવેલ ભૂલો જેવી કે, સ્‍પેલીંગ / જોડણીની ભૂલ, માર્જિન સેટીંગ, ફોન્ટ સાઇઝ, ટાઇપકામ ની ભૂલ બાબતે માર્કિંગ અંગે ની કપાત, મંડળના નિર્ણય અનુસાર કરવામાં આવશે.


(૧૦)
આખરી પરિણામ, પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી એમ બંને કસોટીમાં ઉમેદવારે મેળવેલ સંયુકત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ લાયકી ગુણ (Minimum qualifying marks) નું ધોરણ દરેક કેટેગરી ના ઉમેદવારો માટે ૪૦% (ચાલીસ ટકા) ગુણનું નિયત થયેલ છે.


(૧૧)
કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનું પરિણામ કોમ્યુટર પ્રોગ્રામીંગ આધારીત હોઇ, તેના રીચેકીંગ અંગેની અરજી ધ્યાને લેવામાં આવશે નહિં.


bhartiojas.com

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | coupon codes